72 KP સમાજ મિત્ર સંગઠન વસ્ત્રાલ

72 KP મિત્ર સંગઠન, વસ્ત્રાલમાં રહેતા 72 સમાજના સભ્યોને એકસાથે લાવીને તેમના સર્વાંગી વિકાસ માટે પ્રયત્નશીલ છે.

‘પટેલ’ – આ નામ આખી દુનિયામાં પ્રખ્યાત છે. દુનિયાના દરેક ખૂણામાં વસેલા આ સમુદાયની કેટલીક ખાસ બાબતો છે :

* પટેલ એ ગુજરાત,ભારત અને યુ.એસ. અને યુ.કે.ની સૌથી સામાન્ય અટક છે.

* યુ.કે.માં લગભગ 1 લાખથી પણ વધારે પટેલ રહે છે.

* યુ.એસ.માં રહેતા ભારતીયોમાં દર દસ વ્યક્તિએ એક પટેલ જોવા મળે છે.

* ભારતમાં 15% વ્યવસાય ચલાવનાર અને ગુજરાતમાં 70% વ્યવસાય ચલાવનાર પટેલ છે.

* વિશ્વમાં છઠ્ઠા ક્રમનો સૌથી ધનવાન વ્યક્તિ પટેલ છે.

આર્યો – કુર્મિઓના વંશજો :

પાટીદારોના ઇતિહાસ વિષે ઘણી બધી માન્યતાઓ અને રસપ્રદ વાર્તાઓ છે. એક ઐતિહાસિક અને વિશ્વસનીય પુરાવા સાથેની વાત અનુસાર ભારતમાં પાટીદારોનું મૂળ આર્યોમાંથી આવ્યું છે. પ્રાચીન પ્રવાસીઓના મત અનુસાર આર્યોના ત્રણ મોટા જૂથે સફળતા પ્રાપ્ત કરવા અને તેમનું અસ્તિત્વ બચાવવા માટે સ્થળાંતર કર્યું હતું. જેમાંથી એક જૂથ યુરોપ તરફ, એક જૂથ ઈરાન અને મધ્ય એશિયા તરફ અને એક જૂથ પામીરના પહાડોમાં અને અમુ નદી ( મધ્ય એશિયા ) પાર કરીને અફઘાનિસ્તાનના રસ્તેથી પંજાબ આવ્યા હતા. પાટીદારો આ આર્યોના વંશજો છે તેવું માનવામાં આવે છે.

તે સમયે તેઓ આર્યોના નામથી ઓળખાતા હતા અને તેઓ જીવનને ટકાવી રાખે તેવા પરિબળો જેમ કે, સૂરજ, હવા, આગ, અને વરસાદ વગેરેની પૂજા કરતા હતા.

તેમનો ધર્મ હિંદુ ધર્મ નહિ પરંતુ આર્યન ધર્મ, સનાતન ધર્મ, અને વૈદિક ધર્મ તરીકે જાણીતો હતો. જયારે આર્યો ભારતમાં આવ્યા ત્યારે તેઓ એક મોટી નદીના મેદાનમાં સ્થાયી થયા અને તેનું નામ આપ્યું ‘સિંધુ’. સમય જતા આર્યોનો સમાવેશ ત્યાં રહેતા લોકોના સમાજ, તેમની સંસ્કૃતિ, તેમના વ્યવસાય અને તેમના ધર્મમાં થયો. સાથે રહીને તેમણે ત્યાં વ્યવસ્થિત અને વિકસિત રહેણીકરણી વિકસાવી જે સિંધુ ખીણની સંસ્કૃતિના નામથી જાણીતી થઈ.

સિંધુ ખીણની સંસ્કૃતિ એ હિંદુ અને પાટીદારની સંસ્કૃતિ છે. આ સંસ્કૃતિ ખેતી, વ્યવસાય અને સામાજીક સુવિધાઓની બાબતે આગળ પડતી સંસ્કૃતિ હતી. ત્યાંના રહેવાસીઓએ અક્ષાંશ-દશાંશની પદ્ધતિ, વજન, લંબાઈ અને ક્ષેત્રફળ માપવાની પદ્ધતિ શોધી હતી. તેમની પાસે પરિવહન, ખેતીના સાધનો, ધાતુનું કામકાજ અને નગરનું આયોજન કરવાની કુશળતા હતી. તેમની પાસે વંચાય અને લખાય તેવા 26 અક્ષરોની એક ભાષા હતી. જેમાં ડાબેથી જમણે લખાતું હતું. તેઓ ભગવાન શિવને માનતા હતા.

સમય જતાં એ વિસ્તાર પંજાબ કે સપ્તસિંધુ ખીણ (જેનો કેટલોક ભાગ ભારતમાં અને કેટલોક ભાગ પાકિસ્તાનમાં છે) તરીકે ઓળખાયો. જયારે આર્યો સિંધુખીણમાં હતા ત્યારે તેમણે મેસોપોટેમીયા અને ઈરાન સાથે વેપાર શરુ કર્યો. ત્યાંના લોકો “s” શબ્દનો ઉચ્ચાર ન કરી શકતા હતા પરંતુ તેના સ્થાને તેઓ “h” શબ્દનો ઉચ્ચાર કરતા હતા. તેથી તેઓ સિંધુખીણના લોકોને “હિંદુ” કેહવા લાગ્યા. આ રીતે આર્યો હિંદુ બન્યા. સમય જતા હિંદુઓ સિંધુ ખીણમાં સ્થાયી થયા જે સમય જતા સામાજિક ધોરણે વ્યવસાયની દૃષ્ટિએ ચાર ભાગમાં વિભાજીત થઇ ગયા.

1) બ્રાહ્મણ : જે શિક્ષણ અને ધાર્મિક સેવાઓ આપતા હતા.

2) ક્ષત્રિય : જે યુદ્ધ દરમિયાન સમાજની રક્ષા કરતા હતા અને તેમના ઉપર રાજ કરતા હતા.

3) વૈશ્ય : જે વેપાર અને વાણિજ્ય ચલાવતા હતા.

4) શુદ્ર : જે બીજા ત્રણ વર્ગોના કામ કરતા હતા.

ત્યાર બાદ, ક્ષત્રિયના ત્રણ પેટા વિભાગ પડી ગયા. રાજન ક્ષત્રિય (રાજા અને સરદાર), ક્ષત્રિય (યોદ્ધાઓ), અને કુર્મી ક્ષત્રિય. કુર્મી ક્ષત્રિય ખેતી કરતા હતા અને યુદ્ધના સમયે યોદ્ધાઓની મદદ કરતા હતા. સમય જતા તેઓ માત્ર કુર્મી તરીકે જાણીતા થયાં જેઓનું કામ હતું અનાજ ઉગાડવું, અને સમાજના હિત માટે ગાયોની સંભાળ રાખવી. બધા પાટીદાર એ કુર્મીના વંશજો છે.

કડવા પાટીદાર અને લેઉવા પાટીદાર વિષે :

એક જાણીતી માન્યતાની વિરુદ્ધ, પટેલ સમાજ એ લવ-કુશ ( ભગવાન રામના પુત્રો અને અયોધ્યાના રાજા ) ના વંશજો નથી. ઇતિહાસકારો કહે છે કે, લવ અને કુશે પંજાબના રાજાને હરાવ્યા હતા અને તેમના લોકોએ ત્યાં વસવાટ કર્યો હતો. લવ દ્વારા સ્થાપિત થયેલા ધર્મનું નામ “લેયા” હતું અને કુશ ઘ્વારા સ્થાપિત થયેલા ધર્મનું નામ “કુશદ” હતું.

10,000BCની શરૂઆતમાં પશ્ચિમી આક્રમણકારો ( તુર્કી, ઈરાન, ઇરાક વગેરે ) એ પંજાબમાં રહેતા લોકો ઉપર આક્રમણ કરવાનું ચાલુ કર્યું. ત્યાં તેમણે લૂંટ-ફાટ કરી, લોકોને મારી નાખ્યા અને તેમના ઘર, ખેતરો અને મંદિરોને બાળી નાખ્યા. આથી કુર્મીઓએ અને ત્યાં રહેતા અન્ય લોકોએ પોતાનું અસ્તિત્વ જાળવી રાખવા માટે પંજાબથી નીકળી જવું પડ્યું અને તેઓ ભારતના પૂર્વ ભાગમાં અને દક્ષિણ ભાગમાં આવ્યા. કુશદ ધર્મના કેટલાક લોકોએ ઉત્તર ગુજરાતમાં ઊંઝા નજીક સ્થળાંતર કર્યું, જયારે લેયા ધર્મના કેટલાક લોકોએ અડાલજ નજીક સ્થળાંતર કરીને તેમના ખેતીના વ્યવસાયને ચાલુ રાખ્યો. પરંતુ તેમના વંશજોએ તેમના નામ સ્થળાંતર પહેલા તેઓ જ્યાં રહેતા હતા તેના આધારે જ રાખ્યા. પંજાબમાં જે વિસ્તારમાં કુશદ ધર્મના લોકો રહ્યા તે વિસ્તારનું નામ કરદ કુર્મી ( કડવા કણબી ) તરીકે જાણીતું થયું અને જે વિસ્તારમાં લેયા ધર્મના લોકો રહ્યા તે વિસ્તરનું નામ લેયા કુર્મી ( લેયા કણબી ) તરીકે જાણીતું થયું.

17મી સદીમાં કણબી સમુદાય પાટીદાર એટલે કે જમીનની રક્ષા કરનાર તરીકે જાણીતો થયો. તેનાથી કડવા કણબી કડવા પાટીદાર તરીકે જાણીતા થયા અને લેઉવા કણબી લેઉવા પાટીદાર તરીકે જાણીતા થયા. એટલે લેયા ધર્મના કુર્મીના વંશજો લેઉવા પાટીદાર તરીકે જાણીતા થયા અને કુશદ ધર્મના કુર્મી લોકો કડવા પાટીદાર તરીકે જાણીતા થયા.

ગુજરાત અને વિદેશમાં કડવા પાટીદારોનો વ્યાપ :

ગુજરાતમાં પટેલ શબ્દ 300 વર્ષ જૂનો છે. જ્યારે ગુજરાત ઉપર મુસ્લિમ રાજાઓનું શાસન હતું, ત્યારે તેઓના દમન તેમજ ખેતી માટેની જમીનની અછતના કારણે ત્યાંના કેટલાક કડવા પાટીદારોએ ઉત્તર ગુજરાતથી નીકળી સૌરાષ્ટ્ર અને કચ્છ તરફ સ્થળાંતર કર્યું. જેમાંથી કેટલાક લોકોએ તેમની અટક (ઉત્તર ગુજરાતમાં રહેતા હતા તે ગામ પ્રમાણેની) બદલી નાખી, જયારે બીજાએ તેમની મૂળ અટક જાળવી રાખી.

જયારે પાટીદારોએ પોતાની જમીન ખરીદવાનું ચાલુ કર્યું ત્યારે તેમણે પોતાની અટક ‘પટેલ’ રાખી જે પાટીદાર શબ્દનું નાનું સ્વરૂપ છે. અન્ય લોકોએ કડવા પાટીદારોને કડવા પટેલ તરીકે નિર્દેશ કરવાનું ચાલુ કર્યું. પાટીદાર શબ્દ આજે પણ કુર્મીમાં વપરાતો સૌથી જાણીતો શબ્દ છે.

અવિરત વિકાસ અને પ્રગતિ ઝંખતા પાટીદારોએ વિશ્વના બીજા દેશોમાં સ્થળાંતર કર્યું, જેમ કે આફ્રિકા, યુ.કે., યુ.એસ.એ., મલેશિયા, કેનેડા અને ઓસ્ટ્રેલિયા. મધ્ય એશિયાથી, સિંધુ ખીણમાં, ત્યાંથી ઉત્તર ગુજરાત અને ત્યાંથી સૌરાષ્ટ્રમાં શાંતિ અને સમૃદ્ધિની શોધ માટે સ્થળાંતર કરનારા પાટીદારો જ્યાં જ્યાં ગયા, ત્યાં તેમની મહેનત, સમાજ પ્રત્યે તેમનું સમર્પણ, તેમનો સાહસિક સ્વભાવ અને કોઈપણ સંજોગોમાં ટકી રહેવાની આવડતને કારણે તેઓ સફળ થયા.

18મી સદીના અંતમાં કડવા પાટીદારના વંશજો સમજ્યા કે શિક્ષણ એ સમાજની ઉન્નતિ માટેનું સૌથી મહત્વનું પાસું છે. જેથી તેમનામાં શિક્ષણની ભૂખ વધવા લાગી. તેમણે શૈક્ષણિક સંસ્થાઓ સ્થાપવામાં અને શિષ્યવૃત્તિ આપીને બીજાને શિક્ષણ માટે પ્રોત્સાહન મળે તે માટે નાણાં રેડ્યાં. આનાથી સમગ્ર કડવા પાટીદાર સમુદાયમાં ક્રાંતિ આવી જેનાથી નવી પેઢીના લોકોએ એક સામાન્ય ખેડૂતથી મોટા વેપારી, ડૉક્ટર, એન્જિનિયર, વૈજ્ઞાનિક, શિક્ષક, લેખક, સૈનિક અને રાજકારણી બનવા સુધી પ્રગતિ કરી. હાલની કડવા પાટીદારની પ્રગતિશીલ પેઢી એ અંદાજે 130 વર્ષ પહેલાં શરૂ થયેલ શૈક્ષણિક ક્રાંતિનું પરિણામ છે.

19મી સદીની શરૂઆતમાં કડવા પાટીદારોએ સમગ્ર સમુદાયને આધુનિક બનાવવા માટે કડવા પાટીદાર સંમેલનોની શરૂઆત કરી. આવા સંમેલનોના કારણે સમગ્ર કડવા પાટીદાર સમુદાયમાં શિક્ષણ મેળવવા માટે લોકો પ્રોત્સાહિત બન્યા અને જૂના રૂઢિચુસ્ત પરિબળો જેવાં કે બાળ લગ્ન, બહુપત્નીત્વ અને લૌકિકવિધિ પાછળ થતો અતિશય ખર્ચ વગેરેને નાબૂદ કર્યાં કે જે આ સમુદાયના વિકાસને અવરોધતાં હતાં.

જો આપણે કડવા પાટીદારોની શૌર્ય ગાથાનો સારાંશ જોઈએ તો તેઓના ઈતિહાસ, સ્થળાંતર અને તેને લગતા સંઘર્ષ, સામાજિક વિકાસ, જીવનશૈલીમાં બદલાવ, શિક્ષણ માટેની ભૂખ અને વિચારશીલતાને જોઈને આપણે પાટીદારોના પ્રેરણાદાયી વારસા પર ગર્વ કર્યા વગર ન રહી શકીએ.

જયારે પાટીદરો ઉત્તર ગુજરાતમાં સ્થાયી થયા, ત્યારે કડવા પાટીદારોએ ઊંઝાને તેમના સમુદાયનું કેન્દ્ર સ્થાન બનાવ્યું અને ત્યાં ઉમિયા માતાના મંદિરની સ્થાપના કરી. ઉમિયા માતાજીના આશીર્વાદથી આપણે આપણા પૂર્વજોએ ચાલુ કરેલી શાંતિ અને સમૃદ્ધિની ચળવળને ચાલુ રાખીશું. અભિનંદન અને આપ સર્વેનો આભાર.

Responsibility

We are serious people

Creativity

We are passionnate

Quality

We are determined

0
Years
0+
72KP Families
0+
Total Family Members